કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઈ એવો જણ નથી
kon ke' chhe lakshya viindhe koii aevo jan nathii

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઈ એવો જણ નથી?
જોઈ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી.
હું તને મારો ગણીને બંદગી કરતો રહું,
ને ખુદા! તું એમ વર્તે છે, કે કંઈ સગપણ નથી.
જાન આપો કે ન આપો આંચકીને લઈ જશે,
આવશે હકદાર થઈને મોત કંઈ માગણ નથી.
લાખ ધોશે તે છતાંયે એમ ધોવાશે નહીં,
કાલિમા છે પાપની, આ આંખનું આંજણ નથી.
અલ્પ જીવનમાં બધીને કેમ સંતોષી શકાય?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક, બે કે ત્રણ નથી.
હાલ તું આવાં અધૂરાં માનવી સર્જે છે કાં?
વિશ્વકર્મા! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.
ઊંઘ જેની હોય વેરી તે ફકત હકદાર છે,
ચેનથી પોઢી શકો એ પ્રેમનું આંગણ નથી.
મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.
ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઈ 'અમીર'?
મારી સમૃધ્ધિનાં કાંઈ એક-બે કારણ નથી!
kon ke’ chhe lakshya windhe koi ewo jan nathi?
joi le, aa hathman ganDiw chhe, gophan nathi
hun tane maro ganine bandagi karto rahun,
ne khuda! tun em warte chhe, ke kani sagpan nathi
jaan aapo ke na aapo anchkine lai jashe,
awshe hakdar thaine mot kani magan nathi
lakh dhoshe te chhatanye em dhowashe nahin,
kalima chhe papni, aa ankhanun anjan nathi
alp jiwanman badhine kem santoshi shakay?
bahu tamannao chhe dilman, ek, be ke tran nathi
haal tun awan adhuran manawi sarje chhe kan?
wishwakarma! tarun pan pahelan samun dhoran nathi
ungh jeni hoy weri te phakat hakdar chhe,
chenthi poDhi shako e premanun angan nathi
madhya dariye Dubwaman e ja to santosh chhe,
a tamasho dekhwa manawno maheraman nathi
phawshe kyan kyan hariphoni hariphai amir?
mari samridhdhinan kani ek be karan nathi!

સ્રોત
- પુસ્તક : અમીરની અમીરાત (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : દેવદાસ શાહ 'અમીર'
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2024