કોઈ સમયના વચગાળામાં
koii samaynaa vachgaallamaan
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં
બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે
પાણી છલક્યાં ગરનાળામાં
ઉત્તર રૂપે આવ્યો છું હું
તેજ - તિમિરના સરવાળામાં
ક્ષિતિજ વિષે હું ઘરમાં શું કહું?
આવો બા'રાં અજવાળામાં
અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો બેઠાં ગરમાળામાં
સ્રોત
- પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
