koii dii paamyo nahiin ae khiirne - Ghazals | RekhtaGujarati

કોઈ દી પામ્યો નહીં એ ખીરને

koii dii paamyo nahiin ae khiirne

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
કોઈ દી પામ્યો નહીં એ ખીરને
રાકેશ હાંસલિયા

કોઈ દી પામ્યો નહીં એ ખીરને,

દોષ ના દીધો છતાં તકદીરને.

મુક્તિ એ કઈ રીતથી પામે કહો?

જે ઘરેણું માની લે જંજીરને!

સાવ કેવો છે જમાનો દોસ્તો!

હર વખત સાબિત થવાનું હીરને.

એ પહેલેથી જ ડૂબેલો હતો,

ઠેરવ્યું દોષી બધાંએ નીરને!

આપ થોડા એક તરફ ઊભા રહો,

જોઈ રહ્યો છું આપની તસવીરને.

એના પર પ્હેરો પ્રથમ મૂકવો પડે,

જાણું છું એવાય પ્હેરેગીરને!

સ્રોત

  • પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : રાકેશ હાંસલિયા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025