કોઈ અણજાણી સફરને ખેડવાની છે હવે
koii ajaanii safarne khedvaanii chhe have
ગિરીશ રઢુકિયા
Girish Radhukiya
કોઈ અણજાણી સફરને ખેડવાની છે હવે
koii ajaanii safarne khedvaanii chhe have
ગિરીશ રઢુકિયા
Girish Radhukiya
ગિરીશ રઢુકિયા
Girish Radhukiya
કોઈ અણજાણી સફરને ખેડવાની છે હવે.
જીંદગાનીને ખભા પર તેડવાની છે હવે.
ભીતરે જે સંઘરેલી છે હઠીલી વેદના,
ભરબજારે આજ તેને છેડવાની છે હવે.
જામ પણ આવે નહિ કોઈ જ રીતે કામમાં,
આ ક્ષણો તો આંસુઓને રેડવાની છે હવે.
ખૂબ પાકીપચ થઈ છે આ પીડાની કેરીઓ,
એમ લાગે છે મને કે વેડવાની છે હવે.
રામ જેવા થૈ અને આવો પધારો આંગણે,
સ્નેહરૂપી બોરડી ઝંઝેડવાની છે હવે.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
