koii adakyun to kamaal thaii gaii - Ghazals | RekhtaGujarati

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ

koii adakyun to kamaal thaii gaii

અનિલ ચાવડા અનિલ ચાવડા
કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ
અનિલ ચાવડા

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ;

ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,

કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,

હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,

ઋતુઓ જાણે ટપાલ થઈ ગઈ.

ઝાકળની જ્યાં વાત કરી ત્યાં,

સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012