koi tari wato kare chhe haji - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ તારી વાતો કરે છે હજી

koi tari wato kare chhe haji

સતીષ નકાબ સતીષ નકાબ
કોઈ તારી વાતો કરે છે હજી
સતીષ નકાબ

કોઈ તારી વાતો કરે છે હજી,

હરણ ઝાંઝવામાં તરે છે હજી.

સરોવરમાં પાછું કમળ ખીલશે,

ભ્રમર આત્મહત્યા કરે છે હજી.

હવે જંગલોમાં નથી પ્રાણીઓ,

છતાં માણસો ત્યાં ડરે છે હજી.

હજી ઝેર બાકી હશે દાઢમાં,

કોઈ સાપ પાછળ ફરે છે હજી.

હજી હાથમાં કૈંક કૌવત હશે,

કે કોઈ દુઆઓ કરે છે હજી.

પવનની દિશા આજ બદલાઈ ગઈ,

છતાં પાંદડું ફરફરે છે હજી.

નથી વાગતી વાંસળી તે છતાં,

સ્મૃતિઓનું ધણ તો ચરે છે હજી.

સ્રોત

  • પુસ્તક : સાનિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સર્જક : સતીષ ‘નકાબ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988