koi kyarey pan udas na thay - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય

koi kyarey pan udas na thay

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય
ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ થાય

થાય તો મારી આસપાસ થાય

એક દી' સૂર્ય ના ઊગ્યો તો થયું

ક્યાંક મારી ઊલટ-તપાસ થાય!

જો વીતે આપના વિચાર વગર

દિવસ મનનો ઉપવાસ થાય?

રીતે કોઈ ભીંત શણગારો

કે બીજી ભીંત નાસીપાસ થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં

એમ ઇચ્છું કે નપાસ થાય

વૃક્ષને પામીને પામ્યા, જો

ડાળીએ ડાળીએ પ્રવાસ થાય

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.