koi ichchhanun mane walgan na ho - Ghazals | RekhtaGujarati

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો

koi ichchhanun mane walgan na ho

ચિનુ મોદી ચિનુ મોદી
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
ચિનુ મોદી

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો

એય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી

કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.

છાકટો થઈ બાગમાં ફરશે પવન

પુષ્પને જો એની અકળામણ ન હો.

ઝાંઝવાં થૈને હરણ દોડી ગયાં

ને હરણને દોડવાને રણ ન હો.

આપમેળે બંધ દરવાજો થતાં

કોઈ પણ ચકચાર કે ચણભણ ન હો.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 224)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012