koi aaviine ughaade baarnaan - Ghazals | RekhtaGujarati

કોઈ આવીને ઉઘાડે બારણાં

koi aaviine ughaade baarnaan

ભરત વાઘેલા ભરત વાઘેલા
કોઈ આવીને ઉઘાડે બારણાં
ભરત વાઘેલા

કોઈ આવીને ઉઘાડે બારણાં.

એ બધી ખોટી પડી છે ધારણા.

એક કૂણી ડાળખી તૂટી પડી,

મૂળમાં ફૂટે પછી સંભારણાં.

તું નથી તો આંખને ઉપવાસ છે,

તું જ આવીને કરાવે પારણાં.

એ છબીમાં રહી મને જોયા કરે,

મા હવે લેતી નથી ઓવારણાં.

ધારણામાં જે કદીયે હોય ના,

એ જ આવીને ઉઘાડે બારણાં.

સ્રોત

  • પુસ્તક : પરબ : ઓક્ટોબર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : કિરીટ દૂધાત
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ