kinaro to nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિનારો તો નથી

kinaro to nathi

આસિમ રાંદેરી આસિમ રાંદેરી
કિનારો તો નથી
આસિમ રાંદેરી

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી,

જેને સમજો છો કિનારો કિનારો તો નથી.

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,

ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.

ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,

એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?

સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.

માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,

કોઈનો મારી મહોબ્બત પર ઇજારો તો નથી.

દિલના અંધકારમાં, ચાંદની ક્યાંથી ખીલી!

ચંદ્રમુખ! મહીં કંઈ હાથ તમારો તો નથી?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004