kinare jawun nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિનારે જવું નથી

kinare jawun nathi

નિનુ મઝુમદાર નિનુ મઝુમદાર
કિનારે જવું નથી
નિનુ મઝુમદાર

જ્યાં જાય છે કાફલો મારે જવું નથી,

પાછી લઈ લે નાવ! કિનારે જવું નથી.

આરામથી થવા દે સફર જિન્દગી મહીં,

આવે છે મોત તેડવા જ્યારે જવું નથી.

જીવન બચાવતાં હવે થાક્યો છું, નાખુદા!

મઝધાર ચલ! કિનારે-કિનારે જવું નથી.

સામે તું થા! હું જાણું છું જગના તુફાનને,

વહેતી જતી હવાને સહારે જવું નથી.

મહેફિલ તો પૂરી થઈ ગઈ, પરવાના રહી ગયા,

સૂતા શમાની પાસ સવારે જવું નથી.

મંજિલ મળે પછીય નથી કરવું કંઈ મને,

તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી.

રાખી છે વાસના, હે નિરંજન! શું નામની?

મારે જવું છે ત્યારે તમારે જવું નથી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4