રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું
hun chahero tyan ja chhoDine tane malwa nahin awun
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું,
કે દર્પણ તોડીફોડીને તને મળવા નહીં આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.
કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું.
તું દરિયો છે તો મારું નામ ઝાકળ છે એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહીં આવું.
ટકોરા દઈશ ને દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહીં આવું.
ખલીલ, આવીશ તો કે’જે કે ઉઘાડે છોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહીં આવું.
hun chahero tyan ja chhoDine tane malwa nahin awun,
ke darpan toDiphoDine tane malwa nahin awun
khumari to kharekhar warsagat tew chhe mari,
hun mari tew chhoDine tane malwa nahin awun
kahe to marun aa mathun muki laun hatheli par,
parantu hath joDine tane malwa nahin awun
tun dariyo chhe to marun nam jhakal chhe e jani le,
nadini jem doDine tane malwa nahin awun
takora daish ne darwajo tare kholwo paDshe,
koi diwal toDine tane malwa nahin awun
khalil, awish to ke’je ke ughaDe chhog hun awish,
hun mathamoDh oDhine tane malwa nahin awun

સ્રોત
- પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 90)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008