khawan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સોનેરી સૂરજ ઊગતો’તો ને વાંદરો કેળું ખાતો’તો,

રૂપેરી પવન ઊછળતો’તો ને વાંદરો કેળું ખાતો’તો.

વનમાં ફૂલોની મ્હેંક હતી, પંખી-ઝરણાંનાં ગીત હતાં,

આહ્‍લાદ મધુર ઉદ્‍ભવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો.

ઝરમર-ઝરમર વરસાદ, આભમાં મેઘધનુષની સુંદરતા,

દેખાવ રમ્ય ઊપસતો’તો ને વાંદરો કેળું ખાતો’તો.

મેં મારી નજરે જોયું છે, હું પોતે એનો સાક્ષી છું,

આખ્ખો દરિયો ઘૂઘવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ