hun haji pan tyan ja ubho chhun - Ghazals | RekhtaGujarati

હું હજી પણ ત્યાં જ ઊભો છું

hun haji pan tyan ja ubho chhun

હું હજી પણ ત્યાં જ ઊભો છું

મને ખુદને મળતો હું હજી પણ ત્યાં ઊભો છું

ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો

શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં ઊભો છું

તને આગળ ને આગળ હું હજી સતત જોયા કરું અથવા

પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા

દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં ઊભો છું

નગરનાં માણસો જે બધાં છે મીણનાં પૂતળાં

અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં ઊભો છું.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 652)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007