khabhaa par vajandaar thelaa ja raakhyaa - Ghazals | RekhtaGujarati

ખભા પર વજનદાર થેલા જ રાખ્યા

khabhaa par vajandaar thelaa ja raakhyaa

નીરવ વ્યાસ નીરવ વ્યાસ
ખભા પર વજનદાર થેલા જ રાખ્યા
નીરવ વ્યાસ

ખભા પર વજનદાર થેલા જ રાખ્યા,

અને વસ્ત્ર માયાથી મેલાં જ રાખ્યા.

કશું પણ નથી હાથમાં તે છતાંયે,

સતત હાથ મુઠ્ઠી ભરેલાં જ રાખ્યા.

અગોચર વિશે શું વિચારેય કોઈ?,

હયાતી એ એવા મથેલા જ રાખ્યા.

કરી પીછેહઠ ચાર ડગલાં ખસીને,

તમોને સદા સૌથી પહેલાં જ રાખ્યા.

ફરી ક્યાંથી પ્રગટી શકે એવો તણખો?

અમે પત્ર અડધા બળેલા જ રાખ્યા.

તમારા ચરણથી દબાઈ ગયા જે,

અમે પાંદડા એ ખરેલાં જ રાખ્યા.

'નીરવ' ઝાંઝવા એ નથી છેટું રાખ્યું,

તમે હોઠ કાયમ બિડેલા જ રાખ્યા.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ