ખાલી ખોંખારાથી વટ કેવો પડે
khaalii khonkhaaraathii vat kevo pade
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
ખાલી ખોંખારાથી વટ કેવો પડે
khaalii khonkhaaraathii vat kevo pade
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
ખાલી ખોંખારાથી વટ કેવો પડે?
ઝેર કાઢેલા સરપ જેવો પડે.
મૂલ્ય સાચાં જો સમજવાં હોય તો,
શૂન્યનો આધાર પણ લેવો પડે.
ખાંખાંખોળા કર નહીં કાંઠા ઉપર,
મોતી લેવા ધૂબકો દેવો પડે.
જિંદગી સૌની છે રામાયણ સમી,
ક્યાં હવે વનવાસને સ્હેવો પડે!
હોય ના પડછાયો જુદી રીતનો,
આપણે જેવા હશું, એવો પડે.
ગત જનમનો રહી ગયો બાકી હશે,
આ ભવે એ દાવ તો દેવો પડે.
સ્રોત
- પુસ્તક : મનોરથ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : ગોવિંદ ગઢવી 'સ્મિત'
- પ્રકાશક : હિતેન્દ્ર ગોવિંદ ગઢવી
- વર્ષ : 2023
