kewi hashe e shay re - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેવી હશે એ શાય રે

kewi hashe e shay re

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
કેવી હશે એ શાય રે
લલિત ત્રિવેદી

કાળથી ઘેરી ને અણખૂટ કઈ હશે પરછાંય રે

સૂની સૂની આંખથી ઊંડી હશે કઈ ખાય રે!

કઈ કલમમાં મૂકું મારી દોડતી હરણીઓને

કયા પરોઢે ઠારવા મેલું ધધખતી કાય રે!

શું તો શબ્દો હશે? ને ચિત્ર કેવું હશે?

આંખડી કેવી હશે? કેવી હશે શાય રે?

શબ્દમાં ભરવા જતાં તો સરકી સરકી જાય છે

મુઠ્ઠીમાં ભરવા જતાં વેરાય છે જેમ રાય રે!

જેમ મધમાં મધ ભળે તો બેવડું થૈ જાય છે

ટેરવાંમાં ટેરવાં એવાં, સખિ! પડઘાય રે!

સતમી ટૂંકે પૂછું? કોઈ ગુફામાં જઈ પૂછું?

આગથી રાતી, ગગનથી ઊંચી કઈ છે લાય રે!

(ર૯-૬-'૧ર, ૩૦-૬-'૧ર)

સ્રોત

  • પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સર્જક : લલિત ત્રીવેદી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2018