કેવી અનોખી રીતથી એ હેત મોકલે
Kevi Anokhi Reet thi E Het Mokle
માધવ આસ્તિક
Madhav Astik
માધવ આસ્તિક
Madhav Astik
કેવી અનોખી રીતથી એ હેત મોકલે
પોતે ન આવે પણ સદા સંકેત મોકલે
યાચક ની જેમ એનો હું માંગુ સમય જરા
કાયમ મને એ મૂઠ્ઠી ભરી રેત મોકલે
ગોપિત બધુંય રાખવા નુસખો કમાલ છે
કાગળની સાથે સ્યાહીયે એ શ્વેત મોકલે
રહેવા જ ક્યાં દે ખાલી કદી ઘર ને એક પળ?
બીજા સ્મરણને એક જતાવેંત મોકલે
ઉજાગરા વ્યથા ને સ્કિઝોફ્રેનિયા રૂપે
તારો અભાવ કાળમુખા પ્રેત મોકલે
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
