રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હુસ્નેખયાલ
પ્હેલવ્હેલું એક પંખીડું ઊડેલું ત્યારની આ વાત છે...
આભલું આખુંય રોમાંચિત થયેલું ત્યારની આ વાત છે...
સૃષ્ટિ પર પ્હેલી વખત એક જ થવાં મળતાં'તાં ફૂલો ને પવન
પાંખડી પર કિરણનું પગલું પડેલું ત્યારની આ વાત છે...
પાણીને ખળખળ મળી... કવિતા મળી મરમરની હરએક વૃક્ષને
પ્હેલવ્હેલું ગીત જંગલમાં વહેલું ત્યારની આ વાત છે...
ગીત સૂણી કોઈ બોલ્યું મ્હેક છે ને કોઈ બોલ્યું ગ્હેક છે
ઋતુઓએ માટીનું ભાષાંતર કરેલું ત્યારની આ વાત છે...
શું પછી ટશરો સખીની આંખમાં ફૂટી અને ટહૂકા થયા!!
એક જણ પલળ્યો અને ઝરણું ફૂટેલું ત્યારની આ વાત છે...
ફૂલ... પંખી... પ્રેમીઓ... એકાંતમાં ઘરથી અલગ મળતાં હતાં...
તે સ્થળે ‘ઉદ્યાન' નામે પાંગરેલું ત્યારની આ વાત છે...
તે સમે વરસાદમાં આવી કસક ને મોરને રંગો ફૂટ્યા.…
મેં તને નિરખી ને અજવાળું થયેલું ત્યારની આ વાત છે...
તું પછી આઘો જઈ કોઈ સ્થળે રહેવા ગયો તે યાદ કર
આપણું એક જ હતું તે ઘર પડેલું ત્યારની આ વાત છે...
(૧૩-૭-’૧ર, ૧૪-૭-'૧ર, ૧૭-૭-'૧ર)
ek husnekhyal
phelawhelun ek pankhiDun uDelun tyarni aa wat chhe
abhalun akhunya romanchit thayelun tyarni aa wat chhe
srishti par pheli wakhat ek ja thawan maltantan phulo ne pawan
pankhDi par kirananun pagalun paDelun tyarni aa wat chhe
panine khalkhal mali kawita mali maramarni harek wrikshne
phelawhelun geet jangalman wahelun tyarni aa wat chhe
geet suni koi bolyun mhek chhe ne koi bolyun ghek chhe
rituoe matinun bhashantar karelun tyarni aa wat chhe
shun pachhi tashro sakhini ankhman phuti ane tahuka thaya!!
ek jan palalyo ane jharanun phutelun tyarni aa wat chhe
phool pankhi premio ekantman gharthi alag maltan hatan
te sthle ‘udyan name pangrelun tyarni aa wat chhe
te same warsadman aawi kasak ne morne rango phutya …
mein tane nirkhi ne ajwalun thayelun tyarni aa wat chhe
tun pachhi aagho jai koi sthle rahewa gayo te yaad kar
apanun ek ja hatun te ghar paDelun tyarni aa wat chhe
(13 7 ’1ra, 14 7 1ra, 17 7 1ra)

સ્રોત
- પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : લલિત ત્રીવેદી
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2018