રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.
મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો,
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં શંકામાં નથી હોતી.
હરીફાઈ બહુ સાંખી નથી શકતી સરસ વસ્તુ,
સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી.
જગત ટૂંકી કહે જિંદગીને એમ માનીને,
જે એના ગમમાં વીતે છે એ ગણનામાં નથી હોતી.
સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને?
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.
‘નઝીર' એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર,
જે ખુશબૂ હોય છે બીજામાં એનામાં નથી હોતી.
anubhawni maja koine kahewaman nathi hoti,
asal wastuni khubi eni chhayaman nathi hoti
mein bas mani lidhun ke aap nakki awwana chho,
je shakti hoy chhe shraddhaman shankaman nathi hoti
hariphai bahu sankhi nathi shakti saras wastu,
saralta etle mari kawitaman nathi hoti
jagat tunki kahe jindgine em manine,
je ena gamman wite chhe e gannaman nathi hoti
samip aawya wina shun mapsho mari pratibhane?
chamak dariyana motiman chhe, dariyaman nathi hoti
‘najhir ewa wichare phool karmai gayun akhar,
je khushbu hoy chhe bijaman enaman nathi hoti

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961