રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાગરી પેટાળ પેઠે, માંડ મેં તોડ્યો શબદ;
દાગના સુરંગ ફૂટે, તેમ મેં ફોડ્યો શબદ!
ઝીની ઝીની આ ચદરિયાં ફાટી તૂટી થઈ ગઈ,
થીંગડાંની જેમ એમાં ચોતરફ સાંધ્યો શબદ!
એકતારા જેમ રણઝણતો થયો આ માંહ્યલો;
જેવો એના તાન પર થઈ મસ્ત મેં જોડ્યો શબદ!
બંધ કરિયાં બારણાં, ભોગળ ભીડી, ગઠરી લીધી;
ને ગઠરિયામાં મૂકી, દઈ વળ અને બાંધ્યો શબદ!
દેશ પહોંચી, હાશ કહીને, પોટલી નીચે મૂકી;
રામજીનું નામ લઈ, હળવેકથી છોડ્યો શબદ!
હાથ ભાલો, ઢાલ કેડે, અશ્વ પર થઈને સવાર;
સિંદુરી થાપા દઈને, ખાંભીએ ખોડ્યો શબદ!
કેવી મસ્તી! રોફ કેવો! કેવી મારી બેખુદી!
અધખૂલ્યા આ ઓષ્ઠ પરથી, જ્યારથી ચૂમ્યો શબદ!
કોણ જાણે મેં કર્યા કેવા હશે, કૈં કૈં ગુનાહ;
આજ મારાથી જ મારો, લો જુઓ, રૂઠ્યો શબદ!
sagri petal pethe, manD mein toDyo shabad;
dagna surang phute, tem mein phoDyo shabad!
jhini jhini aa chadariyan phati tuti thai gai,
thingDanni jem eman chotraph sandhyo shabad!
ektara jem ranajhanto thayo aa manhylo;
jewo ena tan par thai mast mein joDyo shabad!
bandh kariyan barnan, bhogal bhiDi, gathri lidhi;
ne gathariyaman muki, dai wal ane bandhyo shabad!
desh pahonchi, hash kahine, potli niche muki;
ramjinun nam lai, halwekthi chhoDyo shabad!
hath bhalo, Dhaal keDe, ashw par thaine sawar;
sinduri thapa daine, khambhiye khoDyo shabad!
kewi masti! roph kewo! kewi mari bekhudi!
adhkhulya aa oshth parthi, jyarthi chumyo shabad!
kon jane mein karya kewa hashe, kain kain gunah;
aj marathi ja maro, lo juo, ruthyo shabad!

સ્રોત
- પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999