
હજુય શેના કોડ મયંકજી?
મૂકો દોડાદોડ મયંકજી.
માંડ ટપ્યા દુઃખની ઢગલી ત્યાં,
આવી ગઈ મચકોડ, મયંકજી.
પતંગિયાં આવીને પૂછે,
વાવ્યાં છે ફૂલછોડ મયંકજી?
તૂટેલાં સપનાઓ સાથે,
કરી લીધી તડજોડ મયંકજી.
કોના પગરવના પડઘાઓ,
ફરતા જોડાજોડ મયંકજી?
ખોવાયાં પગલાં કે રસ્તા?
વાતનો પાડો ફોડ મયંકજી.
hajuy shena koD mayankji?
muko doDadoD mayankji
manD tapya dukhani Dhagli tyan,
awi gai machkoD, mayankji
patangiyan awine puchhe,
wawyan chhe phulchhoD mayankji?
tutelan sapnao sathe,
kari lidhi taDjoD mayankji
kona pagarawna paDghao,
pharta joDajoD mayankji?
khowayan paglan ke rasta?
watno paDo phoD mayankji
hajuy shena koD mayankji?
muko doDadoD mayankji
manD tapya dukhani Dhagli tyan,
awi gai machkoD, mayankji
patangiyan awine puchhe,
wawyan chhe phulchhoD mayankji?
tutelan sapnao sathe,
kari lidhi taDjoD mayankji
kona pagarawna paDghao,
pharta joDajoD mayankji?
khowayan paglan ke rasta?
watno paDo phoD mayankji



સ્રોત
- પુસ્તક : ક્ષણોનાં પ્રતિબિંબ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : મયંક ઓઝા
- પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
- વર્ષ : 2025