રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજ્યાં બરફમાં ઓગળ્યા, વાદળમાં બંધાયા અમે,
એ હતો કુદરતનો ખેાળો ને હતા જાયા અમે.
શૃંગથી સરક્યાં અને ખીણોમાં ખોવાયા અમે,
મુગ્ધતાના છે કસમ, અમને ન દેખાયા અમે.
વાયરે વાતો કરીને વૃક્ષ હા ભણતાં રહ્યાં;
અમને લાગ્યું: સૂક્ષ્મ આ ચર્ચામાં ચર્ચાયા અમે.
કોઈ ઉત્કટ લાગણીનો એમ ફૂંકાયો પવનઃ
પાસ બેસી દૂરના ઝરણામાં ભીજાયા અમે.
શાંત સરવરનીર નૌકાને રહ્યાં પંપાળતાં,
એમાં હૈયાને હલેસે ખૂબ રેલાયા અમે.
વાદળાંરૂપી રજાઈ ઓઢતા રવિરાજ જ્યાં,
ચાંદનીના ચીર ઓઢી ગીત ત્યાં ગાયાં અમે.
મોગલાઇ બાગ, જયાં ધારા ભૂગર્ભેથી વહે,
કુદરતી જાજમ ઉપર ઢાળી દીધી કાયા અમે.
વ્હેણ જેલમનું નિહાળ્યું, ‘દલ’ની દીઠી સ્થિરતા,
એક ખોળેથી બીજા ખોળામાં મેલાયા અમે.
દીનદ્વારે લાલિમા દીઠી શિશુના ગાલ પર;
ક્ષીણ જીવતસી મથામણ જોઈ મૂંઝાયા અમે.
દૃષ્ટિએ આંખોમાં સુંદરતા ભરી દીધી, ‘ગની ’,
ઘેનમાં તૃપ્તિની, પાંપણ જેમ બીડાયા અમે.
jyan baraphman ogalya, wadalman bandhaya ame,
e hato kudaratno khealo ne hata jaya ame
shringthi sarakyan ane khinoman khowaya ame,
mugdhtana chhe kasam, amne na dekhaya ame
wayre wato karine wriksh ha bhantan rahyan;
amne lagyunh sookshm aa charchaman charchaya ame
koi utkat lagnino em phunkayo pawan
pas besi durna jharnaman bhijaya ame
shant sarawarnir naukane rahyan pampaltan,
eman haiyane halese khoob relaya ame
wadlanrupi rajai oDhta rawiraj jyan,
chandnina cheer oDhi geet tyan gayan ame
moglai bag, jayan dhara bhugarbhethi wahe,
kudarti jajam upar Dhali didhi kaya ame
when jelamanun nihalyun, ‘dal’ni dithi sthirta,
ek kholethi bija kholaman melaya ame
dinadware lalima dithi shishuna gal par;
ksheen jiwatsi mathaman joi munjhaya ame
drishtiye ankhoman sundarta bhari didhi, ‘gani ’,
ghenman triptini, pampan jem biDaya ame

સ્રોત
- પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1983