રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદુઃખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.
કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર.
આ મજા કોણ ચખાડત મને આઘાત વગર?
તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.
સાકિયા! પીધા વગર તો નહિ ચાલે મુજને!
તું કહે તો હું ચલાવી લઉં દિનરાત વગર.
કોઈ ને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,
એક દિવસ ન ગયો હાય, અકસ્માત વગર.
એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં,
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર.
કામમાં હોય તો, દરવાન, કહે, ઊભો છું!
આ મુલાકાતી નહીં જાય મુલાકાત વગર.
અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિન્તુ,
ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર,
લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર,
કાંઈ ચમકી નથી શકતું એ ઝવેરાત વગર.
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી 'ઘાયલ',
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
dukha wagar, dard wagar, duhakhni kashi wat wagar,
man waloway chhe kyarek walopat wagar
ankhthi aankh laDi bethi kashi wat wagar,
kani sharu aam thai wat sharuat wagar
kol pale chhe ghani war kabulat wagar,
e mali jay chhe rastaman mulakat wagar
a maja kon chakhaDat mane aghat wagar?
tarlao hun nihalun chhun sada raat wagar
sakiya! pidha wagar to nahi chale mujne!
tun kahe to hun chalawi laun dinrat wagar
koi ne koi achanak gayun jiwanman mari,
ek diwas na gayo hay, akasmat wagar
em majburi mahin manni rahi gai manman,
ek gajhal jem mari jay rajuat wagar
kamman hoy to, darwan, kahe, ubho chhun!
a mulakati nahin jay mulakat wagar
ashru kero hun bahishkar kari daun kintu,
chalatun dilne nathi dardni sogat wagar,
lakshnik arth jeno thay chhe jiwananun khamir,
kani chamki nathi shakatun e jhawerat wagar
a kala koi shikhe mitro kanethi ghayal,
wer leway chhe shi rite wasulat wagar

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4