kari wajjar sami chhati tane bhuli jawi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરી વજ્જર સમી છાતી તને ભૂલી જવી છે

kari wajjar sami chhati tane bhuli jawi chhe

દિલીપ વ્યાસ દિલીપ વ્યાસ
કરી વજ્જર સમી છાતી તને ભૂલી જવી છે
દિલીપ વ્યાસ

કરી વજ્જર સમી છાતી તને ભૂલી જવી છે,

હવે આખી અને આખી તને ભૂલી જવી છે.

તને સંભારી સંભારીને હણહણતી તરસને-

સખત ચાબૂક ફટકારી તને ભૂલી જવી છે.

ભલે હું વિસ્મરણના સાતમે કોઠે હણાતો,

છયે કોઠામાં તો વ્યાપી તને ભૂલી જવી છે.

ભલેને તાપવા બે હાથ પણ લાવી શકું નહિ,

સ્મરણનો ગંજ સળગાવી તને ભૂલી જવી છે.

ગણકારીશ માન-અપમાન, દ્વારે શબ્દના જૈ-

કવિતા ભીખમાં માગી તને ભૂલી જવી છે.

લખેલાં પાન, કોરાં પાનને સંભાળી લેશે;

હવે ડાયરી વાસી તને ભૂલી જવી છે.

સ્રોત

  • પુસ્તક : ઊભો છે સમય બહાર (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : દિલીપ વ્યાસ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984