રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએ શમા, ના કર પતંગાના જીવનની છેડછાડ,
આગ કંઈ કરતી નથી કો' દી પવનની છેડછાડ.
પુષ્પને ઓ ચૂંટનારા, કંટકોનો ખ્યાલ કર,
કંઈક જખ્મી થઈ ગયા કરતાં સુમનની છેડછાડ.
ક્યાંક કહી દેશે થઈ વાચાળ મારી ઉર-કથા,
ઓ હ્રદય, રે'વા જ દેજે તું નયનની છેડછાડ.
બહારમાં મળવાનું દીધું'તું મને એણે વચન,
ઓ ખિઝા, કરજે નહીં આજે ચમનની છેડછાડ.
પ્રજળી ઊઠશે દિલનો અગ્નિ, અશ્રુઓ ઊભરી જશે,
તું નયનથી કર નહિ, મારાં નયનની છેડછાડ.
આવતાં તેઓ હશે મળવા મને તો અબઘડી,
મોત! બે પળ ધૈર્ય ધર, ના કર જીવનની છેડછાડ.
જિંદગી આખીય રગદોળાઈ ચાલી ધૂળમાં,
કબ્રની માટી! હવે ના કર કફનની છેડછાડ.
કંઈકના તાજા થશે જખ્મો ફરી આજે 'વલી',
તું કરે કાં વેદના-ભરપૂર કવનની છેડછાડ?
e shama, na kar patangana jiwanni chheDchhaD,
ag kani karti nathi ko di pawanni chheDchhaD
pushpne o chuntnara, kantkono khyal kar,
kanik jakhmi thai gaya kartan sumanni chheDchhaD
kyank kahi deshe thai wachal mari ur katha,
o hrday, rewa ja deje tun nayanni chheDchhaD
baharman malwanun didhuntun mane ene wachan,
o khijha, karje nahin aaje chamanni chheDchhaD
prajli uthshe dilno agni, ashruo ubhri jashe,
tun nayanthi kar nahi, maran nayanni chheDchhaD
awtan teo hashe malwa mane to abaghDi,
mot! be pal dhairya dhar, na kar jiwanni chheDchhaD
jindgi akhiy ragdolai chali dhulman,
kabrni mati! hwe na kar kaphanni chheDchhaD
kanikna taja thashe jakhmo phari aaje wali,
tun kare kan wedna bharpur kawanni chheDchhaD?

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 214)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4