kandaarvii chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંડારવી છે

kandaarvii chhe

હાર્દિક વ્યાસ હાર્દિક વ્યાસ
કંડારવી છે
હાર્દિક વ્યાસ

આંગળીઓ હોઠ ભીંસી વાળવી છે.

હસ્તરેખાઓ નવી કંડારવી છે.

આપણે પહોંચી ગયા સામા કિનારે,

ક્યાં સુધી હોડીઓ હંકારવી છે?

બધું પામ્યા પછી પળ કઈ હશે?

એટલી સમજણ પછી વિકસાવવી છે!

અગાસી પર જઈ નક્કી કરે છે,

કેટલી કોની પતંગો કાપવી છે?

ભેદ ના હો કોઈ દૃષ્ટિ-દૃશ્યમાં પણ;

એટલી સીમા હજી ઓળંગવી છે!

હું રહું ના હું અને ના તું રહે તું

જાતને એવી રીતે ઓગાળવી છે!

વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,

માનથી એની પ્રથાને પાળવી છે…!

સ્રોત

  • પુસ્તક : શિખર વહે, ધજા વહે... (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : હાર્દિક વ્યાસ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2024