કહેતા જે દાદી વારતા એવી પરી છે દોસ્ત
kaheta je dadi warta ewi pari chhe dost
કહેતા જે દાદી વારતા એવી પરી છે દોસ્ત,
આંખોમાં એની યાદની મહેફિલ ભરી છે દોસ્ત.
હાથે કરીને મેં જ તો ખોયા છે એમને,
રેખા મેં એવી હાથ મહીં ચીતરી છે દોસ્ત.
પાદરની ભીની મહેકથી ભીનો હજીયે છું,
ખળખળ નદી આ લોહીની નસમાં ભરી છે દોસ્ત.
એઓ ખરા છે, આમ તો, એ તો, કબૂલ પણ,
મારીય વાત આમ જુઓ તો ખરી છે દોસ્ત.
રસ્તા ગલી કે શેરીનાં વળગણ ગયાં છે ક્યાં?
તડકાની જેમ ચાંદની પીધા કરી છે દોસ્ત.
‘કૈલાસ’ એને ભૂલવું સંભવ નથી છતાં,
ભૂલી જવાની આમ તો કોશિશ કરી છે દોસ્ત.
kaheta je dadi warta ewi pari chhe dost,
ankhoman eni yadni mahephil bhari chhe dost
hathe karine mein ja to khoya chhe emne,
rekha mein ewi hath mahin chitri chhe dost
padarni bhini mahekthi bhino hajiye chhun,
khalkhal nadi aa lohini nasman bhari chhe dost
eo khara chhe, aam to, e to, kabul pan,
mariy wat aam juo to khari chhe dost
rasta gali ke sherinan walgan gayan chhe kyan?
taDkani jem chandni pidha kari chhe dost
‘kailas’ ene bhulawun sambhaw nathi chhatan,
bhuli jawani aam to koshish kari chhe dost

સ્રોત
- પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 332)
- સર્જક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1995