રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક?
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
jyare pranayni jagman sharuat thai hashe,
tyare pratham gajhalni rajuat thai hashe
pahela pawanman kyare hati aatli mahek?
rastaman tari sathe mulakat thai hashe
ghunghat khulyo hashe ane ughDi hashe sawar,
jhulpho Dhali hashe ne pachhi raat thai hashe
utri gaya chhe phulna chahera wasantman,
tara ja ruprang wishe wat thai hashe
‘adil’ne te diwasthi malyun dard dosto,
duniyani je diwasthi sharuat thai hashe

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 190)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004