જુઓ આવે વણજાર તડકો ભરીને
juo aave vanjaar tadko bhariine
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
જુઓ આવે વણજાર તડકો ભરીને
કહો કોઈ છાંયે સરી જાય રેતી
પગો તો પગરખાં પહેરી ફરે પણ
શું પગલાંનું જ્યારે તપી જાય રેતી?
સમયના હવે ઊંટ હાંફી ગયા છે
કહો કયા સ્થળે આ પૂરી થાય રેતી?
બપોરે સુકાતું ગળું એનું ત્યારે
ખજૂરીના પડછાયા પી જાય રેતી
હવે રણનાં રણ એક પગલાંમાં ડૂબે
અને આંખમાં ઓગળી જાય રેતી
સ્રોત
- પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
