mari sathe aa nagar akhun paDyun’tun agman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી સાથે આ નગર આખું પડ્યું’તું આગમાં

mari sathe aa nagar akhun paDyun’tun agman

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
મારી સાથે આ નગર આખું પડ્યું’તું આગમાં
ખલીલ ધનતેજવી

મારી સાથે નગર આખું પડ્યું’તું આગમાં,

કોણ જાણે હું ક્યાં પથરાયો પોણા ભાગમાં.

તું વસંતતિલકા કે મંદાક્રાંતા જે હોય તે,

મેં તને મરજી મુજબ છેડી ગઝલના રાગમાં.

કોઈ તો મનગમતો સાથીદાર હોવો જોઈએ,

પછી, ઘરમાં કે જંગલમાં રહો કે બાગમાં.

ઉંબરે દીવો સળગતો મૂકવાનો છે સમય,

ટોડલે ટાંપીને બેઠી છે હવા પણ લાગમાં.

હું ખલીલ, મોહમાયા છોડી દઉં પણ પછી,

સાવ નિર્ધન થઈ જશે મારી ગઝલ વૈરાગમાં.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008