રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
જૂઈનાં પર્ણો
juina parno
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
નજર સામે ન જાણે કેટલાં શહેરો તરી આવ્યાં.
ડૂબેલા વ્હાણને જ્યારે કિનારા સાંભરી આવ્યા.
સવારે નીકળ્યા’તા જે કુંવારી લાગણી લઈને;
એ લોકો સાંજ ઢળતામાં ઉદાસીને વરી આવ્યા.
ઝૂરાપાનું આ વળગણ ક્યાં ઉતારી નાખવું મિત્રો;
અમે પણ ચોકની વચ્ચે ચટાઈ પાથરી આવ્યા.
પડ્યા પળવાર માટે એકલા જો ઘરના ફળિયામાં,
તો ખોળામાં સૂકાયેલ જૂઈનાં પર્ણો ખરી આવ્યાં.
સ્રોત
- પુસ્તક : હું જ દરિયો, હું જ ભેખડ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : યોગેશ વૈદ્ય
- પ્રકાશક : સાહિત્ય સંગમ
- વર્ષ : 1998
- આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)