jotjotanman samajthi par na tha - Ghazals | RekhtaGujarati

જોતજોતાંમાં સમજથી પર ન થા

jotjotanman samajthi par na tha

ચિનુ મોદી ચિનુ મોદી
જોતજોતાંમાં સમજથી પર ન થા
ચિનુ મોદી

જોતજોતાંમાં સમજથી પર ન થા,

ઘર ત્યજી આમ સચરાચર ન થા.

ઝાંઝવા કે આંસુથી છીપે તરસ?

એક બળતા રણ ઉપર ઝરમર ન થા.

સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,

પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.

વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,

એક પંખી! આટલું સુંદર ન થા.

ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,

જાત જોવામાં મને નડતર ન થા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004