jiwanman sthirta hati, - Ghazals | RekhtaGujarati

જીવનમાં સ્થિરતા હતી,

jiwanman sthirta hati,

સતીષ નકાબ સતીષ નકાબ
જીવનમાં સ્થિરતા હતી,
સતીષ નકાબ

જીવનમાં સ્થિરતા હતી,

તારી જો આવ-જા હતી.

અમથું તેં નાનપણ કર્યું,

મુજ દિલમાં બહુ જગા હતી.

તારા મળ્યા પ્રથમ મને,

ભાવિમાં આસ્થા હતી.

વાતાવરણમાં ક્યાં સુધી

દિવસો જૂની હવા હતી.

આજે ય ત્યાં કશું નથી,

જ્યાં તારી શક્યતા હતી.

સ્રોત

  • પુસ્તક : સાનિધ્ય
  • સર્જક : સતીષ ‘નકાબ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988