jewi rite mota gharman lage chhe bas khalipo - Ghazals | RekhtaGujarati

જેવી રીતે મોટા ઘરમાં લાગે છે બસ ખાલીપો

jewi rite mota gharman lage chhe bas khalipo

ભરત ભટ્ટ 'પવન' ભરત ભટ્ટ 'પવન'
જેવી રીતે મોટા ઘરમાં લાગે છે બસ ખાલીપો
ભરત ભટ્ટ 'પવન'

જેવી રીતે મોટા ઘરમાં લાગે છે બસ ખાલીપો;

મોટું મન જો રાખું છું તો વાગે છે બસ ખાલીપો.

આડે પડખે પડતાં એણે ચિંતાની ચાદર તાણી;

ઓશિકા પર અરધો-પરધો જાગે છે બસ ખાલીપો.

એના હિસ્સે રાજીપો છે: એવો એનો દાવો છે;

મારો દાવો સાંભળ: ‘મારે ભાગે છે બસ ખાલીપો.’

બેસૂરું જીવન આખું, બેસૂરા શ્વાસો છે;

બેસૂરી આખી વસ્તીમાં વાગે છે બસ ખાલીપો.

મેં પણ ત્રાગાં કરવાની લત ખોટી પાળી રાખી છે;

તેથી મારી સામે આજે ત્રાગે છે બસ ખાલીપો.

સ્રોત

  • પુસ્તક : યાદ તો આવે જ ને (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : ભરત ભટ્ટ ‘પવન’
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
  • વર્ષ : 2019