jevi mali aa jindagi, tevi gami hati - Ghazals | RekhtaGujarati

જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી

jevi mali aa jindagi, tevi gami hati

મનસુખ નારિયા મનસુખ નારિયા
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી
મનસુખ નારિયા

જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,

તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.

આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,

થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.

આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,

ખારાશ લોહીની કદીયે ક્યાં સમી હતી?

થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,

શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી?

ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત,

પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?

મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ,

મારી જ સામે કેટલા દાવો રમી હતી!

સ્રોત

  • પુસ્તક : રજકણથી રક્તકણમાં (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : મનસુખ નારિયા
  • પ્રકાશક : કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર
  • વર્ષ : 2003