jene maarii nathii fikar raakhii - Ghazals | RekhtaGujarati

જેણે મારી નથી ફિકર રાખી

jene maarii nathii fikar raakhii

હાસમ વૈદ્ય 'મોમિન’ હાસમ વૈદ્ય 'મોમિન’
જેણે મારી નથી ફિકર રાખી
હાસમ વૈદ્ય 'મોમિન’

જેણે મારી નથી ફિકર રાખી,

એની પર મેં સદા નજર રાખી.

આવતી કાલ શું ભલું કરશે,

આજની જો નથી ખબર રાખી.

કરશે શરાબની તારીફ,

પ્યાલી જેણે પીધા વગર રાખી.

એનાં દુઃખો અનંત રહેવાનાં,

જેણે સુઃખમાં નથી સબર રાખી.

ઉન્નતિ ચૂમશે કદમ એનાં,

જેણે દૃષ્ટિ સદા ઉપર રાખી.

નાવ જીવનની ક્યાં લઈ જશે,

જેણે હેતુ વગર સફર રાખી.

જિંદગી ખુદાને શોધે છે,

પાયમાલીથી જેણે પર રાખી.

ઉતાવળ શી આટલી 'મોમિન'

મોત પહેલાં તેં ક્યાં કબર રાખી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૮૧ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ