જરા અટપટી છે, જરા એ સઘન છે
હવાની હવે ચાલબાજી ગહન છે.
સમયથી પરામુખ થવામાં જ સુખ છે
વિકટ એ જ, કે, એ નિકટનું સ્વજન છે.
જગતની વિગતવાર વાતો કરી લે
હવે જીવવું ખૂબ મોંઘું વ્યસન છે.
જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.
ફિકર છોડ ‘ઇર્શાદ’ ડૂબી જવાની
હવે આપણાં પળ ઉપરનાં શયન છે.
jara atapti chhe, jara e saghan chhe
hawani hwe chalabaji gahan chhe
samaythi paramukh thawaman ja sukh chhe
wikat e ja, ke, e nikatanun swajan chhe
jagatni wigatwar wato kari le
hwe jiwawun khoob monghun wyasan chhe
janas jem hun jalawun deh wachche
ane jiwanun kyank bije watan chhe
phikar chhoD ‘irshad’ Dubi jawani
hwe apnan pal uparnan shayan chhe
jara atapti chhe, jara e saghan chhe
hawani hwe chalabaji gahan chhe
samaythi paramukh thawaman ja sukh chhe
wikat e ja, ke, e nikatanun swajan chhe
jagatni wigatwar wato kari le
hwe jiwawun khoob monghun wyasan chhe
janas jem hun jalawun deh wachche
ane jiwanun kyank bije watan chhe
phikar chhoD ‘irshad’ Dubi jawani
hwe apnan pal uparnan shayan chhe
સ્રોત
- પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સર્જક : ચિનુ મોદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012