janm saathe jagat malii aave - Ghazals | RekhtaGujarati

જન્મ સાથે જગત મળી આવે

janm saathe jagat malii aave

સૂર્યકાંત નરસિંહ 'સૂર્ય' સૂર્યકાંત નરસિંહ 'સૂર્ય'
જન્મ સાથે જગત મળી આવે
સૂર્યકાંત નરસિંહ 'સૂર્ય'

જન્મ સાથે જગત મળી આવે

હૂ તુ તુ તુ રમત મળી આવે

આંખ ખુલતા છત મળી આવે,

ઊડવાની અછત મળી આવે.

જેને ઘર બ્હાર જઈ મેં બાળેલી,

ઘરમાં પાછી મમત મળી આવે.

મોજને શોધવામાં ભવ નીકળે

દર્દ સાલું તરત મળી આવે

સાવ તૂટી ગયેલ ચપ્પલમાં

લંગડાતો વખત મળી આવે

કળિકાળમાં ફકીરોને

તાજ સાથે તખત મળી આવે

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ