jaldi ilaj karje - Ghazals | RekhtaGujarati

જલ્દી ઇલાજ કરજે

jaldi ilaj karje

ચંદ્રેશ મકવાણા ચંદ્રેશ મકવાણા
જલ્દી ઇલાજ કરજે
ચંદ્રેશ મકવાણા

ગંભીર ઘા પડ્યો છે, જલ્દી ઇલાજ કરજે,

અંધાર આભડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.

પાગલ કરી શકે છે જેનો અવાજ સુધ્ધાં,

આગમી અડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.

બીજી બધીય વાતે બક્ષી શકાય, કિન્તુ;

વ્હેવારમાં વડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.

ચકલીની જેમ ચંચળ ઔષધનો ખજાનો

જડતા તને જડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.

પહેલા બહું બહું તો ‘નારાજ’ લાગતો ‘તો,

પણ આજ તો રડ્યો છે. જલ્દી ઇલાજ કરજે.

સ્રોત

  • પુસ્તક : વૃક્ષ નથી વૈરાગી (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : ચંદ્રેશ મકવાણા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2009