jalapri bahanun chhe - Ghazals | RekhtaGujarati

જળપરી બહાનું છે

jalapri bahanun chhe

જળપરી બહાનું છે

જળપરી બહાનું છે,

મોતી શોધવાનું છે.

ઇન્તજાર ચાવી છે,

શક્યતાનું ખાનું છે.

કોઈ નિકળી આવે,

દ્વાર ખોલવાનું છે.

લાગે સાવ અંગત, પણ

દર્દ બધાનું છે.

વૃક્ષ એક કપાયું'તું,

જ્યાં કારખાનું છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ