રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજરૂરી પ્રીતમાં ના છે પ્રીતમના ઘરનું સરનામું;
નદી ક્યાં કોઈ’દી પૂછે છે શું સાગરનું સરનામું?
સગડ જાતાં હતાં તુજ વાળ સુધી એ હવાઓના –
મેં જેને મોકલી’તી શોધવા અત્તરનું સરનામું!
મેં મારા દિલ તરફ નાંખી નજર મનમાં હસી લીધું;
મને દેતાં હતાં જ્યારે એ એના ઘરનું સરનામું!
હતી અંદરના કાગળમાં વિગત એવી કે, શંકાથી –
ઘણા પાસે મેં વંચાવ્યું લિફાફા પરનું સરનામું!
નનામો પત્ર છે દુનિયા અને આ માનવી એમાં –
યુગોથી આથડે છે શોધવા અક્ષરનું સરનામું!
તું તારી ખોજ કર ‘કાયમ’, તું તારી ખોજ કર ‘કાયમ’
કે તારું ખુદનું સરનામું જ છે ઈશ્વરનું સરનામું
jaruri pritman na chhe pritamna gharanun sarnamun;
nadi kyan koi’di puchhe chhe shun sagaranun sarnamun?
sagaD jatan hatan tuj wal sudhi e hawaona –
mein jene mokli’ti shodhwa attaranun sarnamun!
mein mara dil taraph nankhi najar manman hasi lidhun;
mane detan hatan jyare e ena gharanun sarnamun!
hati andarna kagalman wigat ewi ke, shankathi –
ghana pase mein wanchawyun liphapha paranun sarnamun!
nanamo patr chhe duniya ane aa manawi eman –
yugothi athDe chhe shodhwa aksharanun sarnamun!
tun tari khoj kar ‘kayam’, tun tari khoj kar ‘kayam’
ke tarun khudanun sarnamun ja chhe ishwaranun sarnamun

સ્રોત
- પુસ્તક : આદમ ઈવનું પહેલું ચુંબન (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : ‘કાયમ’ હઝારી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994