lakh bhale ne hoy kutewo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાખ ભલે ને હોય કુટેવો

lakh bhale ne hoy kutewo

મકરંદ મુસળે મકરંદ મુસળે
લાખ ભલે ને હોય કુટેવો
મકરંદ મુસળે

લાખ ભલે ને હોય કુટેવો,

માણસ તોયે મળવા જેવો.

સૌ પૂછે છે: ‘સારું છે ને?’

સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલેને હોવ ગમે તે,

હું નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,

હું તો છું એવો ને એવો.

વાતે વાતે ફતવા કાઢે,

હેં ઈશ્વર, તું આવો કેવો?

બાળક ખાલી આંખ મિલાવે,

ત્યાંજ મને છૂટે પરસેવો.

સ્રોત

  • પુસ્તક : માણસ તો યે મળવા જેવો...
  • સર્જક : મકરંદ મુસળે
  • પ્રકાશક : બુકપબ ઈનોવેશન્સ
  • વર્ષ : 2013