ishwar jevun bhaar nathii ne, konaa tun aa jaap jape chhe - Ghazals | RekhtaGujarati

ઈશ્વર જેવું બ્હાર નથી ને, કોના તું આ જાપ જપે છે

ishwar jevun bhaar nathii ne, konaa tun aa jaap jape chhe

કમલ પાલનપુરી કમલ પાલનપુરી
ઈશ્વર જેવું બ્હાર નથી ને, કોના તું આ જાપ જપે છે
કમલ પાલનપુરી

ઈશ્વર જેવું બ્હાર નથી ને, કોના તું જાપ જપે છે.

દેખાતો આકાર નથી ને, કોના તું જાપ જપે છે.

જાણ થશે તો આંખ ઊઘડશે, એવું લાગ્યા કરતું કાયમ,

થાતો બેડો પાર નથી ને, કોના તું જાપ જપે છે.

જાત જગાડી, ખુદથી પહેલા વાત કરી લે, રસ્તો જડશે,

થોડો પણ વહેવાર નથી ને, કોના તું જાપ જપે છે.

અંધારામાં બેસી રહીને કેમ કરી મોતી પ્રોવાશે?

વીજ તણો ઝબકાર નથી ને, કોના તું જાપ જપે છે.

નેણ-નાકના તરભેટા પર આથડતું ચકળવકળ થઈ,

મન ટકતું પળવાર નથી ને, કોના તું જાપ જપે છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ