ilmmakkano haji - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઇલ્મમક્કાનો હાજી

ilmmakkano haji

અરદેશર ખબરદાર અરદેશર ખબરદાર
ઇલ્મમક્કાનો હાજી
અરદેશર ખબરદાર

ખૂબ કરી જો ઇલ્મની સોદાગરી હાજી ગયો;

બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો!

જ્યાં ભર્યાં'તાં આસમાને ઘોર કાળાં વાદળાં,

રંગ ત્યાં બેમૂલ કૈં કૈં ચીતરી હાજી ગયો!

જ્યાં જમીને ગૂંચવાતાં ધૂળઢગ ને ઝાંખરાં,

બાદશાહી બાગ ફૂલનો ત્યાં કરી હાજી ગયો!

ગુર્જરીનું ઇલ્મમક્કા પાક કીધું હજ કરી,

એક હજરતની ફકીરી દિલ ધરી હાજી ગયો!

મહોબ્બત! નાઉમેદી! જુવાની ગુલભરી!

તમ ફકીરીની અમીરી હરી હાજી ગયો!

અમીરીના સખુન પર ત્યાં ફિરસ્તા છે ફિદા;

અહીં જાણ્યું મોતી શાં શાં વીખરી હાજી ગયો!

રો હવે ગુજરાત! રો, રો! ના પિછાન્યો જીવતાં,

આંસુના દરિયાવ એવા કૈં તરી હાજી ગયો!

ના અદલ ઈનામ જગનું એક કુરબાની દિલે;

કૈં અમીરી, કૈં ફકીરી, સંઘરી હાજી ગયો !

રસપ્રદ તથ્યો

૧૯૨૨ની સાલમાં રવિશંકર રાવળે અલ્લારખિયા શિવજીની સ્મૃતિમાં ‘હાજી મહમ્મદ સ્મારક ગ્રંથ’ પ્રકાશિત કર્યો હતો. એ પુસ્તકમાં સ્મૃતિ વંદના તરીકે આ કવિતા પ્રસિદ્ધ થઈ હતી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942