na ho - Ghazals | RekhtaGujarati

કોઈ ઇચ્છાનું મને વળગણ હો

એય ઇચ્છા છે, હવે પણ હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી

કોઈની શ્રદ્ધાનું હું કારણ હો.

છાકટો થઈ બાગમાં ફરશે પવન

પુષ્પને જો એની અકળામણ હો.

ઝાંઝવાં થૈને હરણ દોડી ગયાં

ને હરણને દોડવાને રણ હો.

આપમેળે બંધ દરવાજો થતાં

કોઈ પણ ચકચાર કે ચણભણ હો.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 224)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012