hun raji raji thai gayo chhun joi joine - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈને

hun raji raji thai gayo chhun joi joine

ચિનુ મોદી ચિનુ મોદી
હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈને
ચિનુ મોદી

હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈને

સપનાંઓ તારાં આવી ગયાં ન્હાઈ-ધોઈને.

એમ નથી આવ્યું ગગન મારા ભાગમાં

ખાલીપો હુંય પામ્યો છું મારાંઓ ખોઈને.

એવું તે કોણ છે નિકટ કે ક્રોધ હું કરું?

આંખોને લાલઘૂમ હું રાખું છું - રોઈને.

અમને જિવાડવા તો રાજી ને રેડ છે

(પણ) તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને?

‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો

તમને મળ્યાં પછી મળાયું કોઈને.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012