હું ક્યાં રહું છું તારા સંબંધોથી પર થઈ
hun kyaan rahun chhun taaraa sambandhothi par thaii
હરીન્દ્ર દવે
Harindra Dave
હું ક્યાં રહું છું તારા સંબંધોથી પર થઈ
hun kyaan rahun chhun taaraa sambandhothi par thaii
હરીન્દ્ર દવે
Harindra Dave
હરીન્દ્ર દવે
Harindra Dave
હું ક્યાં રહું છું તારા સંબંધોથી પર થઈ,
તારા વિના ન કોઈને એની ખબર થઈ.
ફૂલો બરફના હાથની ઉષ્માથી પીગળ્યાં,
વૃક્ષોને ભ્રમ થયો કે શરૂ પાનખર થઈ.
કડવા એ ઘૂંટથીયે ભુલાયું નહીં કશું,
ચકચૂર કેફમાંયે હવે આંખ તર થઈ.
દર્શન થયાં નહીં અને આંખો મીંચાઈ ગઈ,
મંઝિલ નહીં મળી અને મીઠી સફર થઈ.
સૌ એટલું હસ્યાં કે નયન તર થઈ ગયાં,
મારા તમાશાની હવે ધારી અસર થઈ.
સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
