રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજરા થોભજે! આંસુ નયને ભરી લઉં,
પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે;
કહેવાય જેને મહોબત કરી લઉં,
પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.
અરે! આશ-ઝરણાં વહીને બન્યો છે
નિરાશા તણો સિંધુ મોટો અનોખો;
હું પોતા તણા આ પ્રલયને તરી લઉં,
પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.
હૃદય તારું છોડી નથી ક્યાંય જોતો,
જગ્યા એક કોરી મહા પ્રેમપૂરે;
બચેલા કિનારે હું ધીરજ ધરી લઉં,
પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.
ભીંજાઈ રગેરગ, ભીંજાઈ તમન્ના,
ભીંજાયો છું સર્વત્ર જીવન-ઉછાળે;
સકળ રોમરોમે જરા થરથરી લઉં,
પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.
jara thobhje! aansu nayne bhari laun,
pachhi sarw duniya Dubawi tun deje;
kaheway jene mahobat kari laun,
pachhi sarw duniya Dubawi tun deje
are! aash jharnan wahine banyo chhe
nirasha tano sindhu moto anokho;
hun pota tana aa pralayne tari laun,
pachhi sarw duniya Dubawi tun deje
hriday tarun chhoDi nathi kyanya joto,
jagya ek kori maha prempure;
bachela kinare hun dhiraj dhari laun,
pachhi sarw duniya Dubawi tun deje
bhinjai ragerag, bhinjai tamanna,
bhinjayo chhun sarwatr jiwan uchhale;
sakal romrome jara tharthari laun,
pachhi sarw duniya Dubawi tun deje
jara thobhje! aansu nayne bhari laun,
pachhi sarw duniya Dubawi tun deje;
kaheway jene mahobat kari laun,
pachhi sarw duniya Dubawi tun deje
are! aash jharnan wahine banyo chhe
nirasha tano sindhu moto anokho;
hun pota tana aa pralayne tari laun,
pachhi sarw duniya Dubawi tun deje
hriday tarun chhoDi nathi kyanya joto,
jagya ek kori maha prempure;
bachela kinare hun dhiraj dhari laun,
pachhi sarw duniya Dubawi tun deje
bhinjai ragerag, bhinjai tamanna,
bhinjayo chhun sarwatr jiwan uchhale;
sakal romrome jara tharthari laun,
pachhi sarw duniya Dubawi tun deje
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 139)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4