એમ આગળિયો તમે ઝટપટ ન વાસ્યો હોત તો,
ખત તમે ફાડ્યો તરત, એ પૂર્ણ વાંચ્યો હોત તો!
વાદળોની કેફિયત વિસ્તારથી જાણી લીધી,
મોકળાશે પક્ષ ચાતકનોય જાણ્યો હોત તો!
રોજ થોડું એ જગાથી વસ્ત્ર ચિરાતું રહ્યું,
નાનકો ખાંપો તમે ત્યારે જ સાંધ્યો હોત તો!
વાયરાની પીઠ કાયમ થાબડી કારણ વગર,
કોક દી આભાર ખુશ્બૂનોય માન્યો હોત તો!
આંખથી લીધેલ અંદાજોય ખોટા થઈ શકે,
બથ ભરી છપ્પન પનો, જાતે જ માપ્યો હોત તો!
ભીડ જેવું સ્હેજ પણ લાગત નહીં ઘરમાં પછી,
પાંજરું રાખ્યા વિના ટહુકો જ પાળ્યો હોત તો!
સાવ સીધા માર્ગ પર એ ક્યાં લગી ચાલ્યા કરે,
વારતાને ક્યાંક સુંદર મોડ આપ્યો હોત તો!
em agaliyo tame jhatpat na wasyo hot to,
khat tame phaDyo tarat, e poorn wanchyo hot to!
wadloni kephiyat wistarthi jani lidhi,
moklashe paksh chataknoy janyo hot to!
roj thoDun e jagathi wastra chiratun rahyun,
nanko khampo tame tyare ja sandhyo hot to!
wayrani peeth kayam thabDi karan wagar,
kok di abhar khushbunoy manyo hot to!
ankhthi lidhel andajoy khota thai shake,
bath bhari chhappan pano, jate ja mapyo hot to!
bheeD jewun shej pan lagat nahin gharman pachhi,
panjarun rakhya wina tahuko ja palyo hot to!
saw sidha marg par e kyan lagi chalya kare,
wartane kyank sundar moD aapyo hot to!

સ્રોત
- પુસ્તક : પાંપણ વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 44)
- સર્જક : કિશોર જીકાદરા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2019